Connect Gujarat
ગુજરાત

અમરેલી : ગેરકાયદે કતલખાના પર પોલીસના દરોડા, ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો...

અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

X

અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે અમરેલી જિલ્લા પોલીસે એક્શનમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. જેમાં અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં કતલખાના પર પોલીસે દરોડો પાડી મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં, ગૌમાંસનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તો બીજી તરફ, પોલીસે ફરાર 2 શખ્સોને પણ વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Next Story