અમરેલી : પી.પી.સવાણી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરીને પ્લેન ક્રેશના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી, પુત્રવધૂઓ અને બોક્સિંગ પ્લેયર ડિકલ ગોખરા સાહિતના લોકોની ઉપસ્થિતમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

New Update
  • પી.પી.સવાણી ગ્રુપે પાઠવી શ્રદ્ધાંજલિ

  • પ્લેન ક્રેશના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

  • મૃતકોના સાથે કર્યું વૃક્ષારોપણ 

  • 102 વીઘામાં કર્યું વૃક્ષારોપણ 

  • 10 હજાર વૃક્ષોનું કરાયું વાવેતર

અમરેલી જિલ્લાના ધારી ગીર દુધાળા ખાતે પી.પી.સવાણી ગ્રુપ દ્વારા પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા નિર્દોષ હવાઈ યાત્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી,અને મૃતકોના નામથી વૃક્ષોનું વાવેતર કરીને  તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી સૌ કોઈ દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃતકોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી રહ્યું છે,ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગીર દુધાળા ખાતે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણીપુત્રવધૂઓ અને બોક્સિંગ પ્લેયર ડિકલ ગોખરા સાહિતના લોકોની ઉપસ્થિતમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે મૃતકોની યાદમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી સહિતના મૃતકોના નામ સાથે 102 વીઘામાં 10 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.અને મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી હતી.

Read the Next Article

ભાવનગર : HCG હોસ્પિટલે 7.22 કરોડોનો દંડ ભર્યા વગર PMJAY યોજના ફરી શરૂ કરી દેતા વિવાદ સર્જાયો

ભાવનગર શહેરની ખાનગી HCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90 હજાર 205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અને PMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

New Update
  • HCG હોસ્પિટલ સામે કાર્યવાહી

  • PMJAY યોજનામાં આચરી ગેરરીતિ

  • HCGને થયો હતો 7.22 કરોડોનો દંડ

  • PMJAY યોજનામાંથી કરાઈ હતી સસ્પેન્ડ

  • દંડ ભર્યા વગર જ યોજના શરૂ કરવામાં આવી

ભાવનગર શહેરની ખાનગીHCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90 હજાર 205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અનેPMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.જોકે દંડ ભર્યા વગર જ હોસ્પિટલ દ્વારા યોજના ફરી શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી બહાર આવતા ચકચાર મચી છે.

ભાવનગર શહેરની ખાનગીHCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90 હજાર 205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અનેPMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.હોસ્પિટલમાંPMJAY યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ 6,000 અને 19,000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે.તેમજ હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસમાં અપ કોડિંગ જોવા મળ્યું હતું. આ સાથે જ હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડીએશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવાથી તારીખ 11-07- 2023થી 21-05-2024 દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલા રેડિયેશનના કુલ 996 કેસમાંથી 443 કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલા હતા,તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં તેમ હોવાથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે કરોડો રૂપિયાનો દંડ કર્યો હતોજે દંડની રકમ પણ ભરવામાં આવી નથી અને તેમ છતાંPMJAY યોજના માત્ર ગણતરીની કલાકોમાં ફરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારની યોજનામાં મોટા પાયે ગફલત થઇ હોવાની આશંકાને લઈ ભાવનગરનીHCG હોસ્પિટલ ઉપર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે તો અન્ય પણ મોટા કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.