-
સાવરકુંડલાના વંડા ગામની ખાનગી પ્રાથમિક શાળાનો મામલો
-
સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાંથી સામે આવ્યો કિસ્સો
-
12 વર્ષીય વિદ્યાર્થી સાથે પીટી શિક્ષકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
-
અપકૃત્યને અંજામ આપનાર શિક્ષકની પોલીસે કરી લીધી ધરપકડ
-
અગાઉ પણ નરાધમે અપકૃત્ય કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું
અમરેલી જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને અંજામ આપનાર નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું હતું.
ગત તા. 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય શિક્ષક વિશાલ સાવલિયાએ આચર્યું હતું જે અંગે વંડા પોલીસ મથકમાં એટ્રોસીટી એક્ટ સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ જતા નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે શાળાના આચાર્ય વિલાસ પટેલે પીટી શિક્ષક વિશાલ સાવલીયા સ્પોર્ટસ અને હોસ્ટેલ સંભાળતો હોવાનું સ્વીકાર્યું હતું.
જોકે, શિક્ષણ જગતને શરમશાર કરતો કિસ્સો સામે આવતા પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલીયાની ધરપકડ કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નરાધમ શિક્ષક દ્વારા આજ વિદ્યાર્થી સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી પોલીસ તપાસમાં સામે આવ્યું છે.