Connect Gujarat
ગુજરાત

અમરેલી : શણગારેલા બળદગાડા અને અશ્વ સાથે કન્યાના આંગણે પહોંચી જાન, દાયકાઓની જૂની પરંપરા ફરી જીવંત કરી

જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ લુપ્ત થતી ગઈ ને ઈન્ટરનેટના આધુનિકતાના યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી પરંપરાઓ વિસરી ગયા

X

જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ લુપ્ત થતી ગઈ ને ઈન્ટરનેટના આધુનિકતાના યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી પરંપરાઓ વિસરી ગયા હોય ત્યારે સાવરકુંડલાના નાની વડાળ ગામના આંબલીયા પરિવારે 32 બળદગાળામાં દીકરાની જાન કાઢતા આખું ગામ જોવા ઉમટી પડ્યું હતું..

સાદુ બળદગાડું પણ આજે દેખાતું નથી ત્યારે સાવરકુંડલાના નાની વડાળ ગામના આંબલીયા પરિવારે દીકરાની જાન જૂની પરંપરા મુજબ બાળદગાડામાં કાઢી હતી. નાની વડાળમાં ખેતી કરતા રામજીભાઈ આંબલીયાએ પોતાના સુરત સ્થિત મિકેનીકલ એન્જીનીયરીંગના વ્યવસાય સાથે સંકળાયેલો નિકુંજ આંબલીયાના લગ્નની જાન બળદગાડામાં જોડી શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને દેશીભરત કામથી બળદોને શણગાર્યા અને 32 જેટલા બળદગાડામાં નીકળેલી જુનવાણી જાન નાની વડાળથી વિજપડી આવી પહોંચી હતી. બળદ ગાડામાં આવતી જાનને લઈને દુલ્હન પણ ખુબજ ખુશ થઈ હતી.

સામાન્ય રીતે અત્યારે લગ્નગાળાની સીઝનમાં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે જાનમાં જતા હોઈએ છીએ પરંતુ ગાડામાં બેસીને જાનમાં જવું એ એક અનોખો જ અનુભવ હોય છે . આજથી 10 વર્ષ અગાઉ રામજીભાઈ આંબલીયાએ તેના મોટા દીકરાના લગ્ન પણ બળદગાડામાં કર્યા હતા.વડાળ ગામથી વિજપડી સુધી 32 ગાડામાં નીકળેલી જાન જોડવામાં બળદ ગાડા ભેગા કરવાની મુશ્કેલી દૂર કરીને જાન જોડવાનું સપનું પૂરું કર્યું ત્યારે વરરાજા નિકુંજ આગળ ઘોડે બેઠાને જાનડિયું બળદગાડામાં જાન જોડીને આંબલીયા પરિવારના મિકેનિકલ એન્જિનિયર પુત્ર નિકુંજનું સપનું સાકાર થયું હતું.

Next Story