અમરેલી : માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને નોટિસ ફટકારતી PGVCLની હાસ્યાસ્પદ કામગીરી, ઉર્જા મંત્રીએ તપાસના આદેશ આપ્યા...

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવ ગામમાં ખેડૂતને PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે,

New Update
અમરેલી : માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને નોટિસ ફટકારતી PGVCLની હાસ્યાસ્પદ કામગીરી, ઉર્જા મંત્રીએ તપાસના આદેશ આપ્યા...

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવ ગામમાં ખેડૂતને PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે PGVCLની આવી કામગીરી સામે રાજ્યના ઉર્જા મંત્રીએ પણ સવાલ ઉઠાવ્યા છે.

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવ ગામ ખાતે રહેતા ખેડૂત હરેશ સોરઠીયાને PGVCL દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં માત્ર 1 રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવતા ખેડૂત પરિવાર સહિત ગ્રામજનો અચંબામાં મુકાય ગયા છે. PGVCL દ્વારા આગામી નેશનલ લોક અદાલતમાં આ કેસના સમાધાન માટે મુદ્દત તારીખ તથા સમય જણાવી પ્રતિવાદી ખેડૂતને અદાલતમાં હાજર રહેવા જણાવાયુ છે. આ સાથે જ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, કેસ પુરો ન થાય ત્યાં સુધી હાજર રહીને સહકાર આપશો. અત્રે મહત્વપૂર્ણ વાત એ છે કે, આ મામલે છે કે, રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હોવાનું જાણવા મળ્યું છે. ઉર્જા મંત્રીએ જણાવ્યુ હતું કે, 5 રૂપિયાની ટિકિટ ખર્ચી PGVCL દ્વારા ખેડૂતને માત્ર 1 રૂપિયાની રિકવરી માટે નોટિસ આપવામાં આવી છે. આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન કઢાય. આ સાથે જ ઉર્જા મંત્રીએ કહ્યુ કે, સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને વધુ માહિતી જણાવવામાં આવશે. આ સાથે જ અધિકારી સામે પણ કાર્યવાહી કરવાની ઉર્જા મંત્રીએ વાત કરી હતી.

Latest Stories