Connect Gujarat
ગુજરાત

અમરેલી: સાવરકુંડલાના સદભાવના ગૃપ દ્વારા ગણેશ મહોત્સવમાં રૂ.21 લાખની ચલણી નોટનો કરાયો શણગાર

સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ આંખને ઉડી વળગી રહ્યો છે.

X

સાવરકુંડલામાં અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સદભાવના ગ્રૂપ દ્વારા રૂ.21 લાખની ચલણી નોટથી દુંદાળાદેવનો શણગાર કરવામાં આવ્યો છે જેના દર્શનાર્થે મોટી સંખ્યા ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે

સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ આંખને ઉડી વળગી રહ્યો છે. આ સદભાવના ગ્રુપના ગણપતિ બાપ્પાને રોજ બરોજ અવનવા શણગારો સજીને દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે આ વખતે ગણપતિને લખપતિ બનાવ્યા હતા ને પણ એક બે નહી પણ પુરા 21 લાખની કડકડતી ચલણી નોટોથી ગણપતિને લખપતિ બનાવ્યાં હતા અને લગભગ 8 કલાક સુધી સદભાવના ગ્રુપના સભ્યો દ્વારા રૂપિયા 10 ની નોટથી લઈને 20, 50, 100, 200, 500 અને 2 હજારની ચલણી નોટથી ગણેશ પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું

Next Story