Connect Gujarat
ગુજરાત

અમરેલી: સાવરકુંડલાના શિલ્પકારે PM મોદીનું આકર્ષક ચિત્ર તૈયાર કર્યું,જુઓ અદભુત કારીગરી

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક શિલ્પકાર... નામ છે કેતન રાઠોડ.......6 બાય 12ની દુકાનમાં હાથમાં છીણી અને હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું શિલ્પ ચિત્ર કંડારી રહ્યા છે

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રહેતા એક શિલ્પકારે સાધુ સંતો, ક્રાંતિકારી યોદ્ધાઓ અને રાજકીય મહાનુભાવોના ફોટા પરથી નકશી કામ વડે કંડારીને આબેહૂબ ચિત્ર એક થાળીમાં તૈયાર કરી આપે છે કોણ છે આ કારીગર અને શું છે એની અદભુત કારીગરી જોઈએ આ રિપોર્ટમાં.......

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક શિલ્પકાર... નામ છે કેતન રાઠોડ.......6 બાય 12ની દુકાનમાં હાથમાં છીણી અને હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું શિલ્પ ચિત્ર કંડારી રહ્યા છે દોઢ મહિનાની મહેનત બાદ દેશના વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ ગણાતા નરેન્દ્ર મોદીનું જર્મન અને પિત્તળની સીટ ઉપર સુંદર મજાનું ચિત્ર બનાવ્યું છે.... એમ કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે ત્યારે સાવરકુંડલાની અંદર કંસારા બજારમાં દુકાન ધરાવતા બળવંતભાઈ રાઠોડના પુત્ર કેતન દ્વારા 2016 થી જર્મન સિલ્વર અને પિત્તળના સીટ ઉપર મેન્યુઅલી કોતર કામ કરી સુંદર મજાની કલા કારીગીરી કરી રહ્યા છે જેમાં સાધુ સંતોની તસવીરો હોય કોઈ વ્યક્તિની તસ્વીરો હોય કે લગ્નમાં વપરાતા દીવડાઓ હોય અદભુત કારીગીરી દ્વારા આ નમૂનાઓ બનાવવામાં આવે છે અને નકશી કામ કર્યા બાદ તેમને ચાંદીની પ્લેટ ચડાવી લેમિનેશન પણ કરવામાં આવે છે તાજેતરમાં લોકસભાની ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ કારીગર નરેન્દ્ર મોદીનો ચાહક છે અને છેલ્લા દોઢ બે મહિનાની અથાગ મહેનત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોતર કામ કરી ચાંદીની પ્લેટિંગ કરી અને લેટેસ્ટ લાઇટિંગ વાળી ફ્રેમ બનાવી છે નરેન્દ્ર મોદી નું ચિત્ર કમળ અને 2024 લખેલી આ આકર્ષક ફ્રેમ તે રાજકોટ જુનાગઢ કે સૌરાષ્ટ્રમાં જ્યાં પણ મોદી સાહેબ આવવાના હશે ત્યાં તેમને રૂબરૂ અર્પણ કરવાની ઈચ્છા પણ ધરાવે છે

Next Story