અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે નદી સહિતના નાળા છલકાવાથી અનેક રસ્તા ગ્રામ્ય વિસ્તારના બંધ થઈ જાય છે. નદી વિસ્તારમાં કોઝ-વે બંધ થવાના કારણે રાહદારીઓ સહિત વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે શેત્રુંજી નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ આવતા વાહન વ્યહાર બંધ થયો હતો. રાહદારીઓ ન છૂટકે જીવન જોખમે કોઝ-વે પરથી પસાર થાય છે. જોકે, હવે અહીં પાણી ઓસરતા કેટલીક વખત 24 કલાક તો વધુ વરસાદના કારણે ઘણી વખત 3થી 4 દિવસ પણ પાણી ઓસરતું નથી. જેના કારણે વાહન વ્યહાર બંધ રહે છે. જેથી હવે અહી ઉંચો પુલ બનાવવામાં આવે તો આ કાયમી સમસ્યા દૂર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
અમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર પાણી ફરી વળતાં માર્ગ બંધ
અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે.
New Update