અમરેલી જીલ્લાના સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
અમરેલી જીલ્લાના સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં છેલ્લા 6 મહિનાથી આઉટસોર્સ કર્મીઓ ફરજ બજાવે છે, ત્યારે વળતર નહી ચુકવાતા આઉટસોર્સ કર્મીઓ વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા. જેના પગલે જનસેવા કેન્દ્રમાં ચાલતી કામગીરી ઠપ્પ થઇ જતા કામ અર્થે આવતા અરજદારો હેરાન પરેશાન થયા હતા. તો બીજી તરફ, જનસેવા કેન્દ્રમાં 7-12, 8-A, ક્રીમિલર સર્ટિફિકેટ સહિતની કામગીરી માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.