Connect Gujarat
ગુજરાત

અમરેલી : રૂ. 4 કરોડની કિંમતની 28 મોંઘીદાટ કાર સાથે સુરતના કાર કૌભાંડિયાની પોલીસે કરી અટકાયત...

અમરેલી LCB પોલીસે રૂ. 4 કરોડની કિંમતની 28 જેટલી મોંઘીદાટ કાર સાથે સુરતના કાર કૌભાંડિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

અમરેલી LCB પોલીસે રૂ. 4 કરોડની કિંમતની 28 જેટલી મોંઘીદાટ કાર સાથે સુરતના કાર કૌભાંડિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતીમાં કહેવત છે કે, લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે… આવી જ લોભ-લાલચ આપીને ગુન્હા આચરતી ગેંગનો ભોગ બનેલા વ્યક્તિઓની વ્હારે અમરેલી પોલીસ તંત્ર આવ્યું છે. આ લાઈનસર ઊભેલી મોંઘીદાટ કારનો કાફલો અમરેલી LCBના પટાંગણમાં છે. જે કાર ભાડે રાખીને વેચી નાખવાના કૌભાંડનો અમરેલી LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતનો અલ્પેશ જરીવાલા મુખ્ય સૂત્રધાર છે, જે કાર માલિકો પાસેથી ઊંચા ભાવે કાર માસિક ભાડે રાખીને 2-3 માસ રેગ્યુલર ભાડું ચુકવીને બાદમાં તે કાર અન્ય રાજ્યોમાં વેચીને રોકડું કરી લેતો હતો. અલ્પેશ જરીવાલા ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે, અને 15 જેટલા ગુન્હાઓ ચોપડે નોંધાયા છે. જેમાં 8 પ્રોહીબિશન, છેતરપિંડી અને જુગાર, ચોરી, મારામારી અને આર્મ્સ એક્ટના ગુન્હાઓ નોંધાયેલા છે. જેમાં અગાઉ 3આરોપી ઝડપાયા તેમાં મયુર ઉર્ફે સન્ની કાર અમરેલીમાંથી ભાડે રાખીને અલ્પેશ જરીવાલા સુધી પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો, જ્યારે અન્ય યોગેશ પટેલ અને મિત રાઠોડ અલ્પેશ જરીવાલાની ઓફિસમાં કામ કરતા હતા. જે ત્રણેયને અગાઉ અમરેલી LCBએ ઝડપી પાડ્યા હતા. જોકે, આ મામલે મુખ્ય સૂત્રધાર પોલીસની ગીરફ્તમાંથી ભાગી રહ્યો હતો. જેને 28 મોંઘીદાટ અલગ અલગ કાર સાથે રૂ. 3 કરોડ 76 લાખ 54 હજારની કિંમતની કાર જપ્ત કરી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને દિલ્હીથી અમરેલી LCBએ કાર જપ્ત લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story