Connect Gujarat
ગુજરાત

અમરેલી : લોકસભા ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું, EVM-VVPAT મશીનની ચકાસણી કરાય

અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી.

X

લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે અમરેલી લોકસભા બેઠક માટે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT મશીનના ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને ભાવનગર જિલ્લાની ગારીયાધાર અને મહુવા વિધાનસભા સહિત 7 વિધાનસભા બેઠક તેમજ એક અમરેલી લોકસભા બેઠક માટે EVM મશીન, VVPAT સહિતની મશીનરીઓ પર IT વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી અંગેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ અને ચિન્હ સહિત મતદાન મશીનરી કામગીરીની ચૂંટણી તંત્રના અધિકારીઓએ સમીક્ષાઓ કરી હતી. સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રમાં 286 જેટલા પોલિંગ બૂથનો સમાવેશ થાય છે, ત્યારે તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં રિઝર્વ EVM અને VVPATની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ મોક પોલ જેવી કામગીરી પૂર્ણ કરી મતદાનના દિવસ માટે આખરી ઓપ આપવામાં આવ્યો છે.

Next Story