/connect-gujarat/media/post_banners/1da13c321b4c69b844e5d08c26ca2e05e782868828e52d0a6c210a5bec358d0a.jpg)
અમરેલી જિલ્લા સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં પુત્રવધૂને પિયર જવાની સાસુ સાથે થયેલી રકજક સાસુની હત્યામાં પરિણમી હતી. પુત્રવધૂ અને તેની માતાએ વેવાણની પત્થર કાપવાના કટર મશીન વડે નિર્મમ હત્યા કરી હતી. અવળે પાટે ચડાવવાની થીયરી અપનાવવા છતાં ભેદભરમ ભરેલી ક્રાઇમની ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે પુત્રવધૂ અને સાસુની અટકાયત કરી છે.
ખોફનાક ક્રાઈમ સિરિયલની ઘટનાને પણ ઝાંખી પાડે તેવી નિર્મમ હત્યાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ફેન્ડ્સ સોસાયટીમાં ઘટી હતી. મીના પાઠક નામની મહિલાણો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મીના પાઠકની હત્યા તેમની પુત્રવધૂ તેમજ તેમની વેવાણે જ કરી હોવાનું સામે આવ્યું હતું. લાદી-પત્થર કાપવાના કટર મશીન વડે ગળું કાપીને હત્યા કર્યાનું ખૂલ્યું છે. પુત્રવધૂને પિયર જવાની સાસુ સાથે થયેલી રકજક અને ઘરકંકાસથી કંટાળીને પુત્રવધૂએ તેની સાસુની હત્યા કરી હતી. તેમજ તેના પતિ પર પણ હુમલો કર્યો હતો. વૈભવ પાઠક નામનો યુવાન ખાનગી બેન્કમાં નોકરી કરે છે. તેના પરિવારમાં પત્ની અને માતા છે, ત્યારે વૈભવ નોકરીએથી પરત ફરતા તેઓને માતાનો મૃતદેહ જોવા મળે છે. જેથી તે બહાર પહોંચી રાડારાડ કરે છે અને લોકો ભેગા થતા પોલીસને જાણ કરે છે, ત્યારે પોલીસ આવતા જ પુત્ર વૈભવે જ તેમની માતાની હત્યા કરી નાખી છે. તેવો આક્ષેપ વૈભવની સાસુએ કર્યો હતો. તો વૈભવે તેમની સાસુ અને પત્નીએ તેમની માતાની હત્યા કરી હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી. સતત કલાકોની પૂછપરછ કર્યા બાદ અંતે પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પુત્રવધૂએ માતા સાથે મળી સાસુને વેવાણની હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસે કર્યો હતો. વેવાણ પર મરચું છાંટી હુમલો કર્યા બાદ ગળા, કપાળ સહિત શરીરના અંગો પર કટર ફેરવી હત્યા કરાય હોવાની વિગતો આપી હતી. પુત્રવધૂ શ્વેતાને તેની સાસુ મીના પાઠક સાથે અવારનવાર કંકાસ થતો રહેતો હતો. જેથી તેણે જ હત્યાનો પ્લાન ઘડ્યો અને પુત્રવધૂએ સાસુને પકડી રાખ્યાને વેવાણે હત્યા કરી હતી, ત્યારે સમગ્ર ક્રાઇમની સ્ટોરી માફક પ્રીપ્લાન મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી કાઢી છે.