/connect-gujarat/media/post_banners/fc87a24c32e300449782f0dc6d9f9b7e34ba038a807c06223757124a26414e00.jpg)
અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ સોસાયટીમાં વરસાદ બાદ જામેલા કાદવ કીચડના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
સમગ્ર રાજ્ય સહિત અમરેલી જીલ્લામાં વરસેલા વરસાદ બાદ ઠેર ઠેર કાદવ કીચડ સહિત ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે અમરેલીના લાઠી રોડ પર આવેલ ધરમનગર સહિતની અનેક સોસાયટીમાં જામેલા કાદવ કીચડના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. 2 હજારની વસ્તી ધરાવતા ધરમનગરમાં પાલિકાની ગટરલાઇન, પાણી સહિત રોડ-રસ્તાની સમસ્યાથી લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. જોકે, અમરેલી પાલિકા તંત્ર કામગીરી કરતું ન હોવાની સ્થાનિકોની હૈયા વરાળો બહાર આવી રહી છે, ત્યારે વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવાવમાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.