અમરેલી : સિંહ બાળકીને અડધો કી.મી.સુધી ઉપાડી ગયો,પિતા દોડ્યા અને પછી શું થયું જુઓ

અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામમાં એક પાંચ વર્ષીય બાળકીને સિંહ ઉપાડી ગયો હતો.

New Update
અમરેલી : સિંહ બાળકીને અડધો કી.મી.સુધી ઉપાડી ગયો,પિતા દોડ્યા અને પછી શું થયું જુઓ

અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામે એક પાંચ વર્ષીય બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. જેમાં પિતાની સામે જ દીકરીએ દમ તોડ્યો હતો.

Advertisment

અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામમાં એક પાંચ વર્ષીય બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. ગામલોકોના કહેવા પ્રમાણે સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. પિતાએ સિંહ પાછળ દોડ મૂકીને તેને બચાવવાના અઢળક પ્રયાસ કર્યા હતા. પણ નિષ્ફળ રહ્યાં હતા અને બાળકીએ તેનો દમ તોડ્યો હતો. આ ઘટના બાદ વાડી માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વન વિભાગના અમરેલી ડિવિઝનના કર્મચારીઓ દોડી ગયાં હતાં. ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સિંહને રાતોરાત જ ઝડપથી પાંજરે પૂરવા માગ ઉઠાવી હતી. જ્યારે વન વિભાગ દ્વારા સિંહને મોડી રાત્રે પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો.

Advertisment
Latest Stories