Connect Gujarat
ગુજરાત

અમરેલી: ગરીબોની કસ્તુરી ડુંગળીએ જગતના તાતને રડાવ્યા,જુઓ શું છે કારણ

અમરેલી જિલ્લામાં પાછોતરા કમોસમી વરસાદથી ખેતીમાં ડુંગળીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે

X

અમરેલી જિલ્લામાં પાછોતરા કમોસમી વરસાદથી ખેતીમાં ડુંગળીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે એક વિધાના ડુંગળીના વાવેતરમાં ખેડૂતોને 500 મણના મળતા ઉતારા સામે કમોસમી વરસાદથી મૂળ 200 મણ જેટલો ઉતારો મળ્યો તો સામે બજારમાં ડુંગળીના ભાવો ગગડી જતા જગતના તાતની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ગરીબોની ગણાતી કસ્તુરી અત્યારે પાણીના ભાવે વેચાઈ રહી હોય ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોની દશા કફોડી બની ગઈ છે આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું હોય તેમ ડુંગળી પકવતા ખેડુતોએ કાળી મજૂરી કરીને એક વિધે 25 હજારનો ખર્ચો કરતા ખેડૂતોને 500 મણ આસપાસ ડુંગળીનો ઉતારો આવતો હતો પણ કમોસમી વરસાદે જગતના તાતની આશાઓ પર પાણી ફેરવી દીધું ને મૂળ 200 મણ જેટલો જ ઉતારો આવતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે ઉપરથી ખુલ્લા બજારમાં ડુંગળીના ભાવો ગગડયા હોવાથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. માર્ચ એન્ડિંગ ની રજાઓને કારણે યાર્ડ બંધ રહયા હોવાથી ખેડૂતોને મુશ્કેલીઓ વધી છે

ડુંગળી વેચવા ખેડૂતોને છેક ભાવનગર જિલ્લાના મહુવા જવું પડતું હોય ઉપરથી આવતા મહિને ખેડૂતોને મંડળીઓ ભરવાની હોવાથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે હવે યાર્ડ ચાલુ થતા ખેડૂતોએ ડુંગળી ખેંચવાની શરૂઆત કરી દીધી છે. ભારે ગરમી અને કમોસમી વરસાદ સાથે બાફીયા નામના રોગથી ડુંગળીનો ઉતારો અડધો જ આવતો હોય ને કાલી મજૂરી કરીને થાકેલા ખેડૂતોની આશાઓ પર કસ્તુરીએ પાણી ફેરવી દીધું હોય ને ભાવો પણ એકદમ નીચા હોવાથી કમાણી કરવાની જગ્યાએ ખેડૂતોને ખોટ જાય તેવા એંધાણો આવી ગયા છે.

Next Story