Connect Gujarat
ગુજરાત

અમરેલી : 50 જેટલી પ્રજાતિના હજારો પક્ષીઓએ ખોડિયાર ડેમ નજીક બનાવ્યું આશ્રયસ્થાન...

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક અવનવા પક્ષીઓનું આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે.

X

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક અવનવા પક્ષીઓનું આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે.

છેલ્લા ઘણા દિવસથી ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક 50 જેટલી પ્રજાતિઓના અલગ અલગ અને અવનવા પક્ષીઓનું આગમન થયું છે. લગભગ હજારોની સંખ્યામાં આ પક્ષીઓની અનેક પ્રજાતિઓએ ખોડીયાર ડેમ ખાતે પોતાનું નવું આશ્રયસ્થાન બનાવ્યું છે. જેમાં ગડેરો, વિજયન, પીયાસણ, બગલા અને ભગતડા નામના પક્ષીઓ ડેમના સાનિધ્યમાં પધાર્યા છે. ઉપરાંત અહી કુંજ અને કરકરો નામના પક્ષીઓ 10 વર્ષ બાદ જોવા મળ્યા છે. સાથે જ લદાખમાં જોવા મળતા રાજહંસ પણ ધારીના ખોડિયાર ડેમ નજીક માળા બનાવીને બચ્ચાને જન્મ આપી રહ્યા છે. ખોડિયાર ડેમ નળ સરોવરની સમક્ષ આજે પક્ષીઓથી ઊભરાયો છે, ત્યારે સ્થાનિક પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે.

Next Story