Connect Gujarat
ગુજરાત

અમરેલી: ખેડૂતો પાસેથી વેપારીઓ માત્ર 2 રૂપિયાના ભાવે કિલો ટામેટા લઈ રહ્યા છે, તમને કેટલામાં મળે છે?

ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવી રહયો છે ત્યારે સરકાર ટેકાના ભાવ માટે યોગ્ય કાર્યવાહી કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

X

અમરેલી જીલ્લામાં ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવી રહયો છે ત્યારે સરકાર ટેકાના ભાવ માટે યોગ્ય કાર્યવાહી કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

અમરેલી જિલ્લામાં 25 કિલો કેરેટ ટમેટાનો ભાવ માત્ર રૂપિયા 50 થી 60 જ આવતો હોય એટલે બે રૂપિયાના ભાવે એક કિલો ટમેટા જાહેર હરાજીમાં વેચાતા હોવાથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અમરેલી જિલ્લામાં શાકભાજી ની ખેતી માં ટમેટાની ખેતી કરતા ખેડૂતોની હાલત વધુ દયનિય જોવા મળી રહી છે. ખાતર બિયારણ મજૂરી સહિત ખેડૂતોને અમરેલી યાર્ડ સુધી ટમેટા ઉતારીને પહોંચાડવા સહિતની મજૂરી સો રૂપિયા આસપાસની થતી હોય ત્યારે ૨૫ કિલો કેરેટના માત્ર 50 થી 60 રૂપિયા જેવા ભાવો મળવાને કારણે શાકભાજીના ટમેટાની ખેતી કરતા ખેડૂતોએ ટમેટાના વેલા કાઢી નાખવાના શરૂ કર્યા છે.

Next Story