Connect Gujarat
ગુજરાત

અમરેલી : કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યુવા સંમેલન, સંત સન્માન સમારોહ સહિત ભવ્ય બાઇક રેલી યોજાય...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા બેઠક કબજે કરવા ભાજપ દ્વારા સાવરકુંડલા ખાતે યુવા સંમેલન, સંત સન્માન સમારોહ સહિત બાઇક રેલી યોજવામાં આવી હતી

અમરેલી : કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યુવા સંમેલન, સંત સન્માન સમારોહ સહિત ભવ્ય બાઇક રેલી યોજાય...
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના આંગણે કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યુવા સંમેલન, સંત સન્માન સમારોહ સહિત બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા બેઠક કબજે કરવા ભાજપ દ્વારા સાવરકુંડલા ખાતે યુવા સંમેલન, સંત સન્માન સમારોહ સહિત બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ સન્માનીય સાધુ-સંતોનું કેન્દ્રિય મંત્રીએ સ્વાગત કર્યું હતું. ભારત દેશ મહાગુરુ બનવાના અભિગમને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના ધ્યેય સાથે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહરાશે તેવું જણાવી સભા ગજવી હતી. આ પ્રસંગે સાવરકુંડલા સ્થિત માનવમંદિરના ભક્તિ બાપુએ કેન્દ્રિય મંત્રી દ્વારા સંતોના સન્માનની ભાજપની સિદ્ધિ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

તો બીજી તરફ, અમરેલીની રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્ર યાદવની આગેવાનીમાં ભવ્ય બાઇક રેલી યોજાય હતી. 5 કિલોમીટર લાંબી બાઇક રેલીમાં 500થી વધુ બાઈક સવારો સાથે કેન્દ્રિય મંત્રી ભપેન્દ્ર યાદવ, સાંસદ નારણ કાછડીયા અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી જોડાયા હતા. ત્યારબાદ કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્ર યાદવે માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ જાહેર સભાને સંબોધન કર્યું હતું. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો માટે ખૂણે ખૂણે પાણી પહોંચાડવાનું અને ખેડૂતોને સારા ભાવ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવીશું તેવું જણાવ્યું હતું.

Next Story