દામનગર પાલિકામાં હોબાળો
સામાન્ય સભામાં હોબાળો
પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ સભા
તું તું મેં મેંના સર્જાયા દ્રશ્યો
પાલિકાના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.
અમરેલી જિલ્લાની દામનગર નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી.દામનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા યોજવામાં આવી હતી. ત્યારે દામનગર પાલિકામાં કુલ 24 સભ્યોમાંથી 22 ભાજપના સભ્યો સાથે 2 કોંગ્રેસનો સદસ્ય ભાજપમાં ભળી જતા 24 માંથી 19 સભ્યો હાજર રહ્યા હતા.અને 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં ભાજપના જ સભ્યોએ હોબાળો કરીને પાલિકા પ્રમુખ સાથે તું તું મેં મેં કરી હતી.અને વિકાસના કામોમાં ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ રિટેન્ડરીંગ પ્રક્રિયા કરવા માટે પાલિકા પ્રમુખે કારોબારી સમિતિની રચનાનો ઠરાવ કરતા સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી સર્જાઈ હતી.
પાલિકામાં સભ્ય દ્વારા રિવરફ્રન્ટના ટેન્ડરીંગ માટે આખો મામલો ગૂંચવાયો થયો હોવાથી પાલિકા પ્રમુખ અને સભ્યો સાથે તું તું મેં મેં થઈ હતી.અને પ્રથમવાર પાલિકામાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તે અંગે પાલિકા પ્રમુખે સ્પષ્ટતા કરી હતી.
દામનગર પાલિકામાં ટેન્ડરિંગમાં મામલો ગૂંચવાયો હોવાનો સ્વીકાર પાલિકા પ્રમુખે કર્યો હતો. અને આક્ષેપ સામે લોકો નિવેદનો કરતા હોવાનું જણાવ્યું હતું.જ્યારે પાલિકાના ચીફ ઓફિસર વિજય ડેરે પણ પાલિકા પ્રમુખ અને સભ્યો જીભાજોડી થઈ હોવાનો સ્વીકાર સહજ બાબત ગણાવી હતી.