Connect Gujarat
ગુજરાત

અમરેલી : વિધાનસભામાં વર્ષ 2024-25ના ગુજરાતના બજેટ સામે વીરજી ઠુમ્મરના સરકાર પર શાબ્દિક પ્રહાર...

કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટને લઈને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

X

કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટને લઈને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રીફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે, ત્યારે કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટને લઈને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકારના 43 પેઇજના બજેટમાં 17 પેઇજમાં વડાપ્રધાન મોદીની વાહવાહી કરવામાં આવી હોવાનો વીરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો હતો.

Next Story