New Update
/connect-gujarat/media/post_banners/17a401e9c49f532c0c84f5a8f431e25fd69ed5fa080996f82453b7cc2319f661.jpg)
અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો રાસ ગરબીમાં મંજીરા વગાડતો વિડીયો વાયરલ થયો છે.
રાજ્યમાં હાલ નવરાત્રિના પર્વની ઉજવણી ધામધુમથી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા શહેરમાં પ્રાચીન ગરબી યોજાય છે. જ્યાં સાંસદ નારણ કાછડીયાએ મૂલાકાત લીધી હતી. સ્થાનિક લોકો દ્વારા સાંસદ નારણ કાછડીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, અહીં પ્રાચીન ગરબીમાં રામધૂનની રમઝટ બોલાવતા લોકો વચ્ચે સાંસદ નારણ કાછડીયા મંજીરા વગાડતા જોવા મળ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર આક્ષેપ કરનારા અમરેલીના સાંસદ નારણ કાછડીયા મંજીરા વગાડી ધૂમ મચાવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/28/mahadev-opp-2025-07-28-13-53-46.jpg)
LIVE