Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે AAPના કાર્યકરોનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત...

રાંધણ ગેસના સતત વધતાં ભાવ મુદ્દે અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

X

રાંધણ ગેસના સતત વધતાં ભાવ મુદ્દે અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મોંધવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગેસ સિલિન્ડરના પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ રૂ. 450માં ગેસ સિલીન્ડર અને મહિલાઓને રૂ. 3 હજારની સન્માન રાશિની પણ આપ દ્વારા માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ, લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરતી આપ પાર્ટીના કાર્યકરોઓની પોલીસે અટકાયત હતી. જેમાં સરકાર તાનાશાહી કરી વિરોધ પ્રદર્શન કરનારની અટકાયત કરતી હોવાનો આપ પ્રમુખે સૂર પુરાવ્યો હતો.

Next Story