Connect Gujarat
ગુજરાત

PM મોદીના સ્વપ્નને સાકાર કરતી અમરેલીની મહિલાઓ, રક્ષાબંધન પૂર્વે રાખડી બનાવી બની આત્મનિર્ભર...

X

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલને સાર્થક કરવા સહકારી સંસ્થાના સહયોગથી અમરેલી જિલ્લાની બહેનો દ્વારા રક્ષાબંધન પૂર્વે રાખડી બનાવવાનું ભવ્ય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લામાં આત્મ નિર્ભર બનવાના ધ્યેય સાથે રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને અમરેલી જિલ્લાની હાલ 50 જેટલી બહેનો દ્વારા રાખડી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. અમરેલી શહેરમાં જેશીંગપરા, લાઠીરોડ, લાયબ્રેરી રોડ, હનુમાનપરા એમ હાલ 4 પોઇન્ટ પરથી રાખડીનું વેચાણ ટૂંક સમયમાં જ રિટેલ અને હોલસેલ ભાવે વેપાર શરૂ કરવામાં આવશે.

અમરેલી જીલ્લાની મહીલાઓને સ્વરોજગારી મળવાના હેતુથી 40થી 45 જેટલી ડિઝાઇનમાં રાખડીની વેરાયટી હાલ ઉપલબ્ધ છે. જેમાં રૂપિયા 2થી લઈને 60 રૂપિયા સુધીની કિંમતની રાખડી અમરેલી જીલ્લાની બહેનો દ્વારા બનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ભાગરૂપે અમરેલીવાસીઓ માટે સહકારી સંસ્થાના સહયોગથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ બેઠક યોજી સમગ્ર વિગતો જણાવી હતી.

Next Story