/connect-gujarat/media/media_files/2024/10/18/gSOWSKOF8Q185vWIE6n8.png)
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા જાહેરહિતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને નર્મદા જિલ્લામાં આવેલ તમામ મોબાઈલ/સીમકાર્ડ ડીસ્ટ્રીબ્યુટર/રીટેઇલર વિક્રેતાઓને સૂચના આપવામાં આવી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવા જણાવવામાં આવ્યું છે.આ જાહેરનામાની અમલવારી તા.૧૩/૧૨/૨૦૨૪ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.