Connect Gujarat
ગુજરાત

આણંદ : પેસેન્જર ભરેલી ખાનગી બસે મકાનની દીવાલ તોડી, જુઓ "LIVE" એક્સિડન્ટ...

આણંદ જિલ્લાના બોરસદ શહેરની એક સોસાયટીમાં પેસેન્જર ભરેલી ખાનગી બસે મકાનની દીવાલ તોડી નાખી હતી

X

આણંદ જિલ્લાના બોરસદ શહેરની એક સોસાયટીમાં પેસેન્જર ભરેલી ખાનગી બસે મકાનની દીવાલ તોડી નાખી હતી, ત્યારે અકસ્માતની ઘટના મકાનની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

બોરસદ શહેરની સંસ્કારનગરી સોસાયટીમાં ગત મોડી રાત્રિના સમયે રહેણાંક મકાનમાં ખાનગી બસ ધડાકાભેર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો, ત્યારે પુરપાટ ઝડપે આવેલી ખાનગી બસે સર્જેલા અકસ્માતના કારણે મકાનની દીવાલ ભારે નુકશાન થયું હતું. સમગ્ર ઘટના મકાનની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પુરપાટ ઝડપે આવેલી બસે માત્ર સેકંડોમાં જ મકાનની દીવાલ ધરાશાયી કરી હતી. જોકે, આ દરમ્યાન બસમાં રહેલ કેટલાક મુસાફરોને પણ સામાન્ય ઇજાઓ પહોચી હતી. જેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બસ ચાલકને ઝોકું આવી સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story