Connect Gujarat
ગુજરાત

આણંદ : અવિરત વરસાદના કારણે રોડ-રસ્તા બિસ્માર, તો વૃક્ષો ધરાશાયી થતાં અનેક વાહનોને નુકશાન

અવિરત વરસેલા વરસાદના કારણે તારાજી સર્જાય, રોડ-રસ્તા બિસ્માર અને ઘણા વૃક્ષો થયા ધરાશાયી

X

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાય છે. ઠેર ઠેર રોડ-રસ્તા બિસ્માર, તો વૃક્ષ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ગુજરાત સહિત આણંદ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. અવિરત મેઘમહેર થતાં આણંદ નગરપાલિકા સામે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં નજીકમાં પાર્ક કરેલ મોપેડ અને રિક્ષા સહિતના વાહનોને ભારે નુકશાન થયું હતું. ઝાડ ધરાશાયી થવાની દુર્ઘટનાને ટાળવા તંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ માર્ગ પર પડેલા વૃક્ષને ખસેડવા ફાયર ફાઇટરોએ તજવીજ હાથ ધરી હતી. તો બીજી તરફ સારોલ ગામ પણ વરસાદી પાણીથી પુનઃ પ્રભાવિત થયું હતું. ગત મોડી રાત્રે ગામમાં વરસાદી પાણી ભરાતા રોડ રસ્તા બિસ્માર થયા છે. આ સંદર્ભે સાંસદ મિતેષ પટેલે વિવિધ ગામોની મુલાકાત લઈ નુકશાનીના સર્વે અંગે તંત્રને કરી રજૂઆત કરી હતી.

Next Story