Connect Gujarat
ગુજરાત

આણંદ : વિદ્યાનગરમાં ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં એક બાળકી ડાળખી નીચે દબાય, ફાયર ફાઈટરોએ કર્યું રેસ્ક્યુ...

વિદ્યાનગર ખાતે ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક બાળકી ડાળખી નીચે દબાઇ જતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.

X

આણંદ જીલ્લાના વિદ્યાનગર ખાતે ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક બાળકી ડાળખી નીચે દબાઇ જતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં ફયાફ ફાઈટરોએ કટર વડે ડાળખી કાપીને એક કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

આણંદ જીલ્લાના વિદ્યાનગર ખાતે મહાદેવ વિસ્તારમાં આવેલ એલીકોન ગાર્ડનમાં ગત રવિવારે ફુંકાયેલા ભારે પવનના કારણે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષની એક ડાળ પડી ગઈ હતી. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા જૂના વૃક્ષને હટાવવા માટે તસ્દી લેવામાં આવી ન હતી. આમ પાલિકાકની બેદરકારીને કારણે મંગળવાર સાંજે 7 વાગ્યાના અરસામાં વૃક્ષ ધરાસાયી થતાં વૃક્ષની નીચે રમી રહેલા 4 બાળકો પૈકી એક બાળકી દબાય હતી. જેમાંથી ૩ બાળકોને સ્થાનિકો દ્વારા ડાળીઓ હટાવીને બચાવી લીધા હતા, જ્યારે એક બાળકીનો હાથ ઘટાદાર ડાળખી નીચે દબાઇ જતાં આણંદ વિદ્યાનગર ફાયરબ્રિગેડે કટર વડે ડાળખી કાપીને એક કલાકની ભારે જહેમત બાદ કાઢી હતી. જેના પગલે બાળકીને હાથે ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ, વિદ્યાનગર મહાદેવ વિસ્તારમાં એલીકોન બાગમાં દરરોજ નગરજનો પોતાના બાળકોને લઇને સાંજના સમયે ફરવા જાય છે, ત્યારે પાલિકા તંત્રએ તાત્કાલિક આવા વૃક્ષો હટાવી લેવા જોઇએ, નહીં તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાની સંભાવના વર્તાય રહી છે.

Next Story