આણંદ : આડા સંબંધના વહેમમાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા...

આણંદના વઘાસી ગામમાં આવેલા રામદેવ ચોકમાં 34 વર્ષીય અલ્પેશ પરમાર રહેતો હતો. તેની પડોશમાં 31 વર્ષીય વિધવા મહિલા રહેતી હતી.

New Update
આણંદ : આડા સંબંધના વહેમમાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા...

આણંદ જિલ્લાના વઘાસી ગામમાં આડા સંબંધના વહેમમાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર શખ્સને આણંદ જિલ્લા કોર્ટે તકશીરવાર ઠેરવી 5 વર્ષ અગાઉ થયેલી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે.

મળતી માહિતી અનુસાર, આણંદના વઘાસી ગામમાં આવેલા રામદેવ ચોકમાં 34 વર્ષીય અલ્પેશ પરમાર રહેતો હતો. તેની પડોશમાં 31 વર્ષીય વિધવા મહિલા રહેતી હતી. જે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ છેલ્લાં કેટલાય સમયથી અલ્પેશ પરમારને તેની પ્રેમિકાનો કોઈ અન્ય સાથે આડો સંબંધ હોવાનો વહેમ હતો. જે અંગેની રીસ રાખીને વર્ષ 2019માં 9મી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે મહિલા તેના વાડામાં વાસણ ધોવા માટે ગઈ હતી, ત્યારે અચાનક અલ્પેશ પરમાર ધસી આવ્યો હતો, અને તેની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા અલ્પેશ પરમારે લાકડાના દંડા અને સિમેન્ટના થાંભલાના ટુકડા મહિલાના માથામાં તથા શરીરના ભાગે માર્યા હતા. જેમાં લોહીલુહાણ હાલતમાં જ મહિલા નીચે ફસડાઈ પડી હતી. જેમાં તેણીનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે યુવક અલ્પેશ પરમાર વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારી વકીલે 16 સાક્ષી અને 43 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને તકશીરવાર ઠેરવી 5 વર્ષ અગાઉ થયેલી હત્યાના ગુનામાં આજીવન જેલ અને રૂપિયા 6 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની જેલની સજા ફટકારી સમાજ માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

Latest Stories