/connect-gujarat/media/post_banners/23a63c7fd9d195d835abb19f5a809b3be7a4f4b88a58e8019caa70bc115d8574.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રામકુંડ નજીક આવેલ ડબી ફળિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં એ' ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ નજીક આવેલ ડબી ફળિયામાં ચોરીની ઘટના સામે આવી છે. ડબી ફળિયામાં રહેતા પટેલ પરિવારના સભ્યો શુક્લતીર્થ ખાતે મેળામાં ફરવા ગયા હતા. આ દરમ્યાન તેમના બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે મકાન માલિક દ્વારા ચોરી મામલે અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.