ભરૂચ જિલ્લામાં કોરોનાના વધી રહેલાં કેસને ધ્યાને લઇ અંકલેશ્વરમાં પાલિકાએ ચેકિંગ હાથ ધરી માસ્ક વિના ફરનારાઓને પકડી તેમની પાસેથી દંડ વસુલ્યો...
સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાનો હાહાકાર જોવા મળી રહયો છે. મહાસત્તાઓ હોય કે પછી સામાન્ય દેશ.. દરેક જગ્યાએથી રોજના લાખો કોરોનાના કેસ સામે આવી રહયાં છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં પણ રોજના સરેરાશ 50 જેટલા કેસ નોંધાય રહયાં છે. કોરોના ફરીથી માથુ ઉંચકી રહયો હોવાના કારણે હવે માસ્ક પહેરવું તથા સોશિયલ ડીસટન્સ જાળવવું આવશ્યક બની ગયું છે. વેકસીનેશન બાદ લોકો નિશ્ચિત બની ગયા હોવાના કારણે માસ્ક પહેરતાં નથી. હાલ કોરોનાનું સંક્રમણ રોકવા માટે ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે ત્યારે અંકલેશ્વર પાલિકાએ માસ્કના સંદર્ભમાં ચેકિંગ હાથ ધર્યું છે. માસ્ક વિના ફરનારાઓ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલાયો હતો.