અંકલેશ્વર: અવસર એન્ટરપ્રાઈઝ કંપનીનો સંચાલક 6 દિવસના પોલીસ રિમાન્ડ પર, કરોડો રૂપિયાનું ઝડપાયું હતું ડ્રગ્સ

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં કંપની સંચાલકને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

a
New Update

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં કંપની સંચાલકને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.સુરતમાં એમડી ડ્રગ્સની ખેપ મારવા ફરતા બે શખ્શોની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ 16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે. પૂછપરછમાં  એમડી ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસની એક ટિમ અંકલેશ્વર રવાના કરાઈ હતી. અવસર એન્ટરપ્રાઈઝ જીપીસીબીનું ક્લોઝર હોવાથી સરકારી કાગળ પર બંધ  હતી જયારે કેમિસ્ટ વિશાલ આ સમય દરમિયાન એમડી ડ્રગ બનાવી ખેપિયાઓને વેચવા આપતો હતો. કંપનીમાં સર્ચ દરમિયાન ૧૪૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું જયારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગનું રો મટીરીયલ મળ્યું હતું જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલવામાં આવ્યું છે.

આ મામલામાં ઝડપાયેલ કુલ ચાર પૈકી ત્રણ આરોપીઓ સુરત પોલીસની ગિરફતમાં છે.આ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પણ નાર્કોટીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ત્યારે  કંપની સંચાલક અને કેમેસ્ટર તરીકે કામ કરતા વિશાલ પટેલને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં હજુ કોણ કોણ સામેલ છે અને ડ્રગ્સ મુંબઈ સિવાય અન્ય કઈ જગ્યાએ મોકલવામાં આવતું હતું તે સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે
#Gujarat #CGNews #Ankleshwar #accused #remand #drugs #Avasar Enterprises #Avasar Enterprises Ankleshwar
Here are a few more articles:
Read the Next Article