New Update
/connect-gujarat/media/media_files/2024/12/06/zQhcexvGVMPCLBtPPyMt.jpg)
ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ અંકલેશ્વર તાલુકાના પુનગામ ખાતે અંકલેશ્વર મતવિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધે અને આધુનિક કૃષિ પદ્ધતિ તેમજ વિવિધ ખેતી વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો આજે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તેમજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આધુનિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતોને માહિતગાર કરે તે માટે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.