New Update
/connect-gujarat/media/post_banners/8d2e50cdb667a82a5f6cd580e84a33b276597f952d81251542a581f7f5f08c00.webp)
અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો ગુમાન ઉર્ફે ગુલિયો વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ મળી કુલ રૂ.3600 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
Latest Stories