Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ભારત વિકાસ પરિષદ દ્વારા ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત કો જાનો અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો અભિયાન અંતર્ગત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો અભિયાન અંતર્ગત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશ વિષે જાણે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે પરીક્ષા યોજાઈ હતી

જેમાં ભારત દેશના ગૌરવ અને ઇતિહાસ અંગેના સવાલોના જવાબ વિદ્યાર્થીઓએ આપ્યા હતા.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય, સેવા વિભાગના ઉપપ્રમુખ કે.આર.જોશી તેમજ શાળાના ડાયરેક્ટર સુશિલા પટેલ,આચાર્યા સુવર્ણા પાટીલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

Next Story