અંકલેશ્વર:આલુંજ ગામે સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, શ્રાવણીયો જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

અંકલેશ્વરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

New Update
અંકલેશ્વર:આલુંજ ગામે સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, શ્રાવણીયો જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

સ્ટેટ મોનિટરીંગ સેલે અંકલેશ્વરના આલુંજ ગામના દેવાળ ફળીયામાંથી શ્રાવણીયો જુગાર રમતી મહિલા સાથે ૧૧ જુગારીયાઓને રોકડા ૬૬ હજાર અને બે બાઈકો મળી કુલ ૧.૫૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ ભરૂચ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આલુંજ ગામના દેવાળ ફળીયામાં રહેતી મહિલા સુમીબેન ઉર્ફે અનીતાબેન અનીલભાઇ વસાસા પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યા હતા દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી રોકડા ૬૬ હજાર અને બે બાઈક,આઠ મોબાઈલ ફોન મળી કુલ ૧.૫૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શ્રાવણીયો જુગાર રમાડતી મહિલા સુમીબેન જયંતી વસાવા,રીયાઝ ઇલ્યાસ માસ્તર અલ્પેશભાઇ વસાસા,શોકત મહમંદભાઇ જોગીયાર,સોજેલ ઇલ્યાસભાઇ ટોપીયા અને ઇદરીસ યાકુબ જોગીયાર,વીરલસિંહ છત્રસિંહ ડોડીયા,જાવેદભાઇ ઇબ્રાહીમભાઇ ટોપીયા સહીત ૧૧ જુગારીયાઓને ઝડપી પાડી તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories