Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં જીનવાલા કેમ્પસમાં આવેલ શારદા ભવન હોલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, અંકલેશ્વર નગરના સંયોજકો દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધામાં અંકલેશ્વરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ વિવિધ રંગોળી તૈયાર કરી હતી. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને આમંત્રિતોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા સહિત JCI અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story