Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : 100 કેદીઓને રાખવાની ક્ષમતા ધરાવતી સબજેલનું રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ જૂની મામલતદાર કચેરી નજીક સબ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ જૂની મામલતદાર કચેરી નજીક સબ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સબ જેલમાં 100 કેદીઓને રાખવાની ક્ષમતા સાથે 80 પુરુષ અને 20 મહિલા કેદી રાખવા માટેના અલગ અલગ બેરેકની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવ નિર્માણ પામેલ અંકલેશ્વર તાલુકા સબ જેલનું રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય અમદાવાદના IPS ડૉ. કે.એલ.રાવ તેમજ તેમના ધર્મપત્નીના હસ્તે રીબીન કાપી વિધિવત પૂજા અર્ચના કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ અને સહ ઉદ્ઘાટક તરીકે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં સબ જેલના નિરીક્ષણ બાદ તમામ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. સબ જેલના બાંધકામ અને સુવિધા અંગે માહિતી મેળવી તાલુકા સબ જેલના અધિક્ષક તરીકે હાર્દિકકુમાર બેલડીયાની નિમણૂંક કરવામાં આવી છે.

Next Story