New Update
/connect-gujarat/media/media_files/2024/12/06/RCyQmYAioSTwPXhBxrPX.jpg)
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીવનના 16 સંસ્કારમાં સૌથી મહત્વનો છે બાળકનો વિદ્યારંભ સંસ્કાર. જેમાં પાંચ વર્ષની ઉંમરના 35 બાળકોના સંસ્કાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પશુપતિનાથ મહાદેવ મંદિરે ગ્રંથોનું પૂજન કરી પોથી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાલયમાં વંદના , ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી અને સરસ્વતી મંત્રોચ્ચાર સાથે બાળકોને વાંચન અને લેખન કરાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટી રામચંદ્ર માને , છાયાબેન પાટકર, સુવર્ણાબેન દોરિક અને શાળાના પ્રધાનાચાર્ય સુનિલભાઈ મહાજન તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
Latest Stories