અંકલેશ્વર:અડોલ ગામની મહિલાઓ પાણી મુદ્દે બની રણચંડી, ONGCના વાહનો અટકાવ્યા

અંકલેશ્વરના અડોલ ગામે પાણીનો વિકટ પ્રશ્ન, બે મહિનાથી ગામમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ

New Update
અંકલેશ્વર:અડોલ ગામની મહિલાઓ પાણી મુદ્દે બની રણચંડી, ONGCના વાહનો અટકાવ્યા

અંકલેશ્વરના અડોલ ગામ સહિત 12 ગામોને વર્ષ 1965 થી ઓ.એન.જી.સી. કંપની પાણી પૂરું પાડે છે. પેહલા 24 કલાક, પછી 12 કલાક અને હવે દિવસમાં 8 કલાક પાણી અપાઈ છે તેમ કંપની કહી રહી છે. સામે ગ્રામજનોને પહેલાની જેમ 12 કલાક પાણી જોઈએ છે.જ્યારે અડોલની મહિલાઓનું કહેવું છે કે, છેલ્લા બે મહિનાથી ગામને પાણી જ મળતું નથી. જેને લઈ આજે પાણીની પોકાર સાથે ગામની મહિલાઓએ ભેગી થઈ ઓ.એન.જી.સી. કંપનીના વાહનો અટકાવી દેતા દોડધામ મચી ગઇ હતી.

કંપનીના અધિકારીએ સ્થળ ઉપર દોડી આવી તેઓની પાણીની માંગ મેનેજમેન્ટને રજુઆત કરી ઉકેલવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.જો પાણી નહિ મળે તો ગામની મહિલાઓ આગામી સમયમાં કંપનીની કચેરીએ જઇ વિરોધ નોંધાવશે તેવી પણ ચીમકી અપાઈ છે.

Latest Stories