સુરેન્દ્રનગરમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી
યુવતીનો વીડિયો બનાવી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું
રૂ. 9.45 લાખ ખંખેરનાર 5 શખ્સો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
બી’ ડિવિઝન પોલીસ દ્વારા કરાય પાંચેય શખ્સોની ધરપકડ
હનીટ્રેપને અંજામ આપનાર શખ્સોને કરાવ્યુ કાયદાનું ભાન
સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂ. 9.45 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપનો ભોગ બનતા પાટડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી, ત્યારે હવે વધુ એકવારહનીટ્રેપની ઘટના સુરેન્દ્રનગરમાંથીસામે આવી છે. જેમાં એકલી રહેતી યુવતીનો મહંત સાથેનો વિડિયો બનાવી મહિલા પાસેથી રૂ. 9.45 લાખ રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. સમગ્ર મામલે સુરેન્દ્રનગર બી’ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં અપરણિત મહિલાના ઘરમાં ઘુસી જઈ હથિયારના હાથે વિડિયો બનાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, ત્યારે સુરેન્દ્રનગર બી’ ડિવિઝન પોલીસે હનીટ્રેપની ઘટનાને અંજામ આપનાર તમામ 5 શખ્સોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યુ હતું.