ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે ઉમેદવારોની ભરતી થયાનો કર્યો આક્ષેપ

મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે ઉમેદવારોની ભરતી થયાનો કર્યો આક્ષેપ
New Update

મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.

મનસુખ વસાવાએ પત્ર લખીને ભરતી પ્રક્રિયાની ગેરરીતીની તપાસ કરવા માંગ કરી છે. સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવાંની ભરતી કરાયાનો આક્ષેપ લગાવ્યો છે. ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી છે. તાજેતરમાં જ 660 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, 660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો અને 85 ટકા જેટલાં ઉમેદવારો અન્ય રાજ્યોના એટલે કે તેઓ સ્થાનિક નથી. ભરતી પ્રક્રિયામાં અન્ય રાજ્યોના ઉમેદવાર હોવાનો મનસુખ વસાવા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો.

મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું કે, રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોવું જોઈએ તેવો નિયમ છે. છતાં નિમણૂંક ઉમેદવારોને સ્થાનિક ભાષાનું કોઈ જ્ઞાન નથી. આ એક દેખીતું કૌભાંડ હોવાનો સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. ભાજપ સાંસદના બે પાનાના પત્રથી ભારે ખળભળાટ મચી ગયો છે.

#SBI #allegation #candidates #NirmalaSitharaman #mansukhvasava #Recruitment #latter #BeyondJustNews #FinanceMinister #Bharuch #Sansad #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article