Connect Gujarat
ગુજરાત

ગીરના સાવજોને પાણીની તંગી ન પડે એ માટે વન વિભાગ દ્વારા કરાયુ સરાહનીય કાર્ય

એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

X

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર જંગલમા વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે એ માટે વન વિભાગ દ્વારા 500થી વધુ કુત્રિમ વોટર પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉનાળાનો આકરો તાપ શરૂ થયો છે. ત્યારે સુકા જંગલમાં ગીરમાં તમામ કુદરતી જળસ્ત્રોતો સુકાવાની સ્થિતિમાં છે. આવી પરિસ્થિતિમાં વન વિભાગે પ્રાણીઓ માટે 500 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ શરૂ કરી દીધા છે. ગીરના સિંહો માટે જ નહીં, પરંતુ ગીરના વન્યજીવો, પક્ષીઓ અને મધમાખીઓ જેવા જંતુઓ માટે પણ વનવિભાગે પાણીની વ્યવસ્થા કરી છે.અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે. અમરેલી,જૂનાગઢ ગીર સોમનાથમાં સિંહ પરિવાર માટે વન વિભાગ દ્વારા ઉનાળાના સમયમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે છે, તે માટે હાલ કુત્રિમ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. 4 જિલ્લામાં 618 જેટલા કુત્રિમ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.પ્રાણીઓને પાણીની જરા પણ તંગી ન પડે તેના માટે જંગલમાં પવનચક્કી, સોલર પેનલ અને પાણીના ટેન્કરોનો ઉપયોગ કરીને એક એક પોઈન્ટ પર પહોંચાડવામાં આવે છે. વળી, કેટલાક દુર્ગમ સ્થળોએ ફોરેસ્ટરો રૂબરૂ જઈને પણ પાણીના પોઇન્ટ ભરે છે.

Next Story