/connect-gujarat/media/post_banners/03d09ff02b60d18eed589ac41ecace7c01baf2ced4d39bbfb5ff31d9ea6ac4b8.jpg)
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તા. તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે 2 દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શામળાજીમાં બિરાજમાન કાળિયા ઠાકોરના આંગણે લોકગાયક કિર્તીદાન ગઢવી અને અનિરુદ્ધ આહીર પોતાની આગવી સંગીત કળાથી શામળાજી મહોત્સવની ઉજવણીમાં સાથ આપશે. શામળાજીમાં દર વર્ષે સંગીત અને ભક્તિનો સમન્વય સમો મહોત્સવ ઉજવાય છે, ત્યારે આજે એટલે કે, તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. જેમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.