અરવલ્લી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા વિકાસ કાર્યો

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોકાર્પણ

  • આઇકોનિક બસપોર્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ

  • સાંસદ કાર્યાલયસમરસ હોસ્ટેલ અને લાયબ્રેરીનું લોકાર્પણ

  • નાગરિકોને વિવિધ પ્રકલ્પોની ભેટ મળી : ભુપેન્દ્ર પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી રહી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર પણ વધુ તેજ બની છેત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા આઇકોનિક બસપોર્ટભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલસાંસદ કાર્યાલયસમરસ હોસ્ટેલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કેગુજરાત રાજ્યના નાનામાં નાના ગામડાઓમાં સારા રસ્તા અને પીવાના પાણીની સુવિધા પહોચી છે. અરવલ્લી જિલ્લાના નાગરિકોને વિવિધ પ્રકલ્પોની ભેટ મળી છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરરાજ્યમંત્રી ભીખુસિંહ પરમારસાંસદ શોભના બારૈયાભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા સહીતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

પંચમહાલ : પાવાગઢ ખાતે પાંચ દિવસ રોપ વેની સેવા રહેશે બંધ,ભક્તોએ પગથિયા ચઢીવાનો વિકલ્પ કરવો પડશે પસંદ

તારીખ 28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોએ પાવાગઢના પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે

New Update
  • પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટે છે ભક્તો

  • રોપ વે સેવા માટે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

  • મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવ્યો નિર્ણય

  • આગામી 28 જુલાઈથી 1ઓગષ્ટ સુધી રોપ-વે રહેશે બંધ

  • પાંચ દિવસ ભક્તોએ પગથિયાનો વિકલ્પ કરવો પડશે પસંદ 

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન અર્થે જતા ભક્તો માટે મહત્વના સમાચાર છે,રોપ વેના મેન્ટેનન્સની કામગીરીને લઈને પાંચ દિવસ સુધી ઉડન ખટોલાની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અને ભક્તોની આસ્થાનુ સ્થાનક શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે,અને ખાસ વિશેષ વાર તહેવાર કે શનિવાર અને રવિવારની રજાઓમાં પણ ભક્તોનું કિડીયારું ઉભરાય છે.જોકે પાવાગઢ પર્વતના પગથિયા ચઢતા ભક્તો માટે રોપ વે સેવા ચાલી રહી છે,પરંતુ ઉષા બ્રેકો કંપની દ્વારા ઉડન ખટોલા રોપ વે સેવાના મેન્ટેનન્સ અર્થે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં તારીખ 28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોએ પાવાગઢના પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે,જ્યારે આગામી તારીખ 2જી ઓગષ્ટના રોજથી રેપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.