/connect-gujarat/media/post_banners/e5f08f7317690a783ce641aa1af82cde417762a716768b5dee45897eac65f070.jpg)
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે બીજા દિવસે ગુજરાતી ફિલ્મ એક્ટર હિતુ કનોડિયાની ઉપસ્થિતિમાં શામળાજી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે તા. 26 અને 27 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા બે દિવસિય શામળાજી મહોત્સવમાં પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણના અવતારોની ઝાંખી કરાવતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા દિવસે ગુજરાતી ફિલ્મ એક્ટર હિતુ કનોડિયાની ટીમ દ્વારા દેશભક્તિ ગીતોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, શામળાજીના મેળે ગીત પર દર્શનાર્થીઓ હિતુ કનોડિયા સાથે ઝૂમી ઉઠ્યા હતા. બાળકો, યુવાઓ અને વૃદ્ધો પણ હિતુ કનોડિયા સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. તમામ લોકોની વચ્ચે જઇને હિતુ કનોડિયાએ કાર્યક્રમને સફળ બનાવવાની સાથે યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે મહેશ કનોડિયા, નરેશ કનોડિયાની બેલડી જોડી અને લતા મંગેશકરને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.