અરવલ્લી: મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા,અભિનંદન પાઠવાયા

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો

New Update
અરવલ્લી: મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા,અભિનંદન પાઠવાયા

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે.મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મોયુદ્દીન મલેકની 65 મતે જીત થતાં કાર્યકરો એ જીતની ઉજવણી કરી હતી.આ પહેલા મોડાસા નગરપાલિકામાં AIMIM વિરોધ પક્ષમાં હતું.હવે કોંગ્રેસે નગરપાલિકામાં વિપક્ષનું પદ AIMIM પાસેથી છીનવી લીધું છે.કુલ સાત જેટલા ઉમેદવારો વચ્ચે મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર સાતની ચૂંટણી માટે જંગ જામ્યો હતો..

Latest Stories