અરવલ્લી : ફટાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, 4 શ્રમિકો ભડથું થયા…

મળતી વિગત મુજબ મોડાસાથી હિંમતનગર રોડ પર 5 કિમી દૂર આવેલા લાલપુર-કંપા ગામે ફટાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

New Update
અરવલ્લી : ફટાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, 4 શ્રમિકો ભડથું થયા…

પવન, પાણી અને આગ ક્યારે પ્રસરે એ નક્કી ન કહેવાય, એ વાત સાચી પડી છે, ત્યારે મળતી વિગત મુજબ મોડાસાથી હિંમતનગર રોડ પર 5 કિમી દૂર આવેલા લાલપુર-કંપા ગામે ફટાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં રહેલા ફટાકડાના ગગન ભેદી અવાજ દૂર દૂર સુધી સંભળાવા લાગ્યા હતા. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાતા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. વેલ્ડીંગ કરતી વખતે તણખા ઉડવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. બનાવના પગલે વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 2 વોટર બ્રાઉઝર સહિત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ગાંધીનગર અને હિંમતનગર જાણ કરી વધારાના ફાયર મશીન મંગાવ્યા હતા. તો બીજી બીજુ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આ ઘટનામાં 4 શ્રમિકો બળીને ભડથું થયા હતા. આ સાથે જ 2 વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં કામ કરતાં લલિત, અજય, રામભાઈ અને સાજન નામના 4 શ્રમિકોનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories