Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: વિકાસના વિવિધ કાર્યોનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ, આગેવાનો રહ્યા ઉપસ્થિત

અરવલ્લી જીલ્લામાં વિકાસના વિવિધ કાર્યોનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો

X

અરવલ્લી જીલ્લામાં વિકાસના વિવિધ કાર્યોનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો

અરવલ્લી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી 338 કરોડના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લાના માલપુર ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત્રક નદીના ડાબા કાઠાંની સિંચાઈની સુવિધાનું ખાતમુહૂર્ત, મેશ્વો જળાશય આધારિત લિફ્ટ ઇરીગેશન યોજનાના ખાતમુહૂર્ત, અમદાવાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ, બાયડ તાલુકા પંચાયત નું ખાતમુહૂર્ત તેમજ માલપુર તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ કર્યું હતું.આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સહિતના કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story