New Update
-
અરવલ્લી પોલીસને મળી સફળતા
-
ગેરકાયદેસર ગાંજાની ખેતી ઝડપાય
-
મકાઈના પાકની આડમાં થતી હતી ખેતી
-
ડ્રોન કેમેરાની મદદથી નશાનો કારોબાર ઝડપાયો
-
આરોપી ફરાર
અરવલ્લી જિલ્લા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગેરકાયદેસર રીતે થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે અને રૂપિયા ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અરવલ્લી જિલ્લાના ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાની અનેક ઘટના સામે આવતી હોય છે ત્યારે અરવલ્લીમાં મકાઈની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી.ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા એલસીબી પોલીસે ડ્રોનની ટેકનોલોજીની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. અરવલ્લી જિલ્લાના માલપુરના હાથીખાંટના મુવાડામાં મકાઈની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી.આ અંગે પોલીસને બાતમી મળતા એલસીબી પોલીસે ડ્રોનની ટેકનોલોજીની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. પોલીસે અહીંથી ગાંજાના 350 છોડ ઝડપ્યા છે.તેમજ 12.83 લાખની કિંમતના 128 કીલો ગાંજાના છોડ ઝડપાયા છે.આરોપી ગુલાબજી વિરાજી ખાંટ ફરારઆમ લસીબી પોલીસે મકાઈના પાકની આડમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે રેઈડ પાડીને કાર્યવાહી કરી છે ત્યારે આ કાર્યવાહી કરતા આરોપી ગુલાબજી વિરાજી ખાંટ ફરાર થઈ ગયો છે. આ મામલે એલસીબી પોલીસે આરોપી ગુલાબજી વિરાજી ખાંટ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગના કાયદા હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.
Latest Stories