/connect-gujarat/media/post_banners/ff63b07df23348aa7b195089f611843aec513a7d18e3a2b4f7db144865fff044.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલિયા પાસે અંત્રોલીથી અમદાવાદ આવતી એસટી બસમાં દરરોજ ઓવરલોડ મુસાફરો ભરતા ગ્રામજનોએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અંતોલીથી અમદાવાદ જતી એસટી બસનો દઘાલીયા ગામે બસ રોકી મુસાફરોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. રોજ બરોજ 140થી વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈ ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.RTOના નિયમ વિરુદ્ધ મુસાફરોને ઠસોઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.બસ ચાલકે બસ રોકવાની ઘટનાને લઈ ડેપો મેનેજરને જાણ કરવામાં આવી હતી.સ્કુલ,કોલેજના ટાઇમે વિદ્યાર્થીઓએ બીજી બસ ચાલુ કરવા તંત્ર પાસે માંગ કરી હતી પરંતુ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની એવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા